મોઘવારી વધે છે તો પગાર કેમ નહીં.????
- Kishan Dabhi

- Sep 30, 2021
- 3 min read
ચાલો મિત્રો આજે થોડી મોઘવારી ની વાત કરીએ. છેલ્લા ઘણા સમય થી પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ ના ભાવ ને લઈ ને બહુ મોટી બૂમ પડી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પણ એક મહત્વ ની વાત જણાવું કે આ સરકાર જેવી રીતે ઈંધણ ના ભાવ વધારે છે તેવી રીતે પ્રાઈવેટ કંપનીઑ લોકો ના પગાર ધોરણ માં વધારો કેમ નથી કરતી.? પેટ્રોલ ના ભાવ વધવાના એટ્લે દરેક વસ્તુ ના ભાવ વધવાના. કારણ કે પેટ્રોલ એક એવી વસ્તુ છે જે ટ્રાન્સપોર્ટેશન માં અનિવાર્ય છે અને તેનાથી દરેક વસ્તુ ની હેર ફેર થાય છે. તો જેમ ભાવ વધે એમ ખરીદ વધવાની અને તેને ડિલિવર કરવાના ખર્ચા માં પણ વધારો થવાનો અને આનો બધો માર જનતા એ વેઠવો પડે છે પરંતુ મોટી મોટી કંપની ઑ અને નાના પાયા ના એકમો ને પણ બહુ ઝાઝો ફરક નથી પડતો.
ફરક પડે છે તો મારી જનતા ને. અને જ્યારે પગાર વધારવાની વાત આવે ત્યારે માલિકો કે છે કે તમારું કામ જ કરો છો તમે, વધારનું શું કામ કર્યું કે પછી કંપની ખોટ માં જાય છે અત્યારે, ભવિષ્ય માં તમને આનાથી સારું પેકેજ મળશે એવી અમારી બોર્ડ મીટિંગ માં બધા કર્મચારીઓ માટે વાત થઈ છે અને આવા ખોટા ખોટા વાયદા કરી ને ખરેખરમાં જે બઢતી થવી જોઈએ તે કરવામાં નથી આવતી.

ચાલો એક નજર નાખીએ કે સામાન્ય માણસ નો અંદાજિત જીવન ખર્ચ કેટલો છે.?
૫૦૦ ગ્રામ દૂધ ની થેલી – ૨૮ રૂપિયા, ૩૦ થી ૪૦ રૂપિયા નું એક ટાઇમ નું શાકભાજી, ૮૦-૯૦ રૂપિયા નું પેટ્રોલ જો ઓફિસ નજીક હોય તો નહીં તો પછી ૧૫૦ રૂપિયા આવવા જવાના, ઘર માં અંદાજિત ૫ થી ૭ માણસ તો હોઈ છે જ તો એમ જોવા જઈએ તો ૧.૫ કિલો ચોખા અને ૨૦૦ ગ્રામ જેટલી દાળ. કેમ કે ખિચડી તો આપનું યુનિવર્સલ જમવાનું છે જે દરેક ઘર માં સાંજે તો મોટા ભાગે આ જ હોય. એક દિવસ નો ખર્ચો લગભગ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા. આ અંદાજિત છે. વધારે પણ હોય શકે છે પણ ઓછો તો નહીં જ હોય.
હવે વાત કરીએ પગાર ની તો એમાં અંદાજિત એક ફેક્ટરી માં કામ કરવા વાળા મજૂર નો માસિક પગાર ૫૦૦૦-૬૦૦૦ થી વધુ નથી હોતો અને સામે ખર્ચો છે ૬૦૦૦, એમાં પાછું બાળકો ના ભણતર નો ખર્ચો તો ખરો જ. એટ્લે જ આપના દેશ માં ગરીબ બાળકો ભણી નથી શકતા અને ભણતર નો અભાવ હોવાથી આગળ જીવન માં માં-બાપ ની જેમ મજૂરી કરી ને જિંદગી વિતાવી દે છે.
પણ આ જે ફેક્ટરી માલિકો હોય છે એમને આનાથી કઈ ફરક નથી પડતો એમને તો એમની કંપની ચાલવી જોઈએ એટ્લે બસ...!!!

હવે રહ્યા સરકારી કર્મચારીઓ તો એમાં સરકારી કર્મચારીઑ ને સારું પગાર ધોરણ આપવામાં આવે છે પણ ત્યાં તેમને બાળકો ના ભણતર માં બધુ સરભર થઈ જાય છે કારણ કે ગરીબ વર્ગ સરકારી સ્કૂલ માં બાળકો ને ભણવા મોકલે છે તો મધ્યમ વર્ગ હજુ પણ એ જ આસ લગાવીને બેઠેલું છે સારું ભણતર મળે તો એની માટે સારી એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં જ છોકરા ને ભણાવના આમ આ વિચાર ધારા થી અને સમાજ ના સ્ટેટસ ને પણ સાથે સાથે ધ્યાન માં રખવાનું બહુ જ જરૂરી બની જાય છે આથી એ પણ ખર્ચો મધ્યમ વર્ગ ને મારી નાખે છે કેમ કે ૯ થી ૫ ની નોકરી કરાવીને ને માલિકો લોહી ચૂસે છે અને સરકાર મોઘવારી ને નાથી નથી શકતી આથી ત્યાં સરકાર પણ લોહી ચૂસે છે એટ્લે બિચારો ગરીબ અને મધ્યમ વર્ગ ક્યારેય આગળ જ નથી આવી શકતો.
તો મારો આ સરકાર ને એક જ સવાલ છે સરકાર કેમ પ્રાઇવેટ કંપની ના ધારા ધોરણ અને પગાર વ્યવસ્થા માં સુધારો નથી કરતી અને જે પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે તો એ ધારા ધોરણ મુજબ શું વેતન આપવામાં આવે છે.???? કોઈ ને કઈ ફરક જ નથી પડતો.???
છેલ્લે તો બસ એટલું જ કહેવા માગું છું ક મજૂર કામ કરે છે ત્યારે ફેક્ટરી ચાલે છે... તો ફેક્ટરી માલિકોએ આ વાત સમજવી જોઈએ અને જરૂર પડ્યે જેમ જેમ મોઘવારી ના લીધે જો એક કર્મચારી ના ઘર નું સંતુલન બગડી જતું હોય તો સાચી માત્રા માં પગાર નો વધારો કરી આપવો જોઈએ. હા એ વાત સાચી છે કે એનાથી ફેક્ટરી માલિકો ને તેમનો નફો થોડો ઓછો મળશે પણ જો એ નફા નો થોડો ભાગ તમે તમારા કર્મચારી ભાઈઓ માં વહેંચશો તો એ કર્મચારી વધુ જુસ્સા થી કામ કરશે અને વધુ નફો કમાવી આપશે.
Advocate –
Kishan Dabhi
Gujarat High court / District Courts / Tribunals
Phone: 9904957143
Email: Kishan.m.dabhi@gmail.com



Comments